રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં પારડી પાસે શિતળા માતાના મંદિર પાસે રહેતા પોલીસમેન પર અહીં કેમ ઉભો છે. કહી વિસ્તારમાં જ રહેતા ચાર શખ્સોએ છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે પોલીસે તપાસ કરી સીસીટીવીના આધારે તપાસ કરી આરોપીઓને પકડી લેવા મથામણ કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શાપર વેરાવળમાં શિતળા માતાના મંદિર પાસે રહેતા અને વડોદરા પોલીસમેન તરીકે ફરજ બજાવતા પરેશભાઇ રમેશભાઇ રાઠોડ (ઉ.વ.26) ગુરૂવારે રાત્રીના તેના ઘર પાસે ઊભા હતા તે દરમિયાન તેના વિસ્તારમાં રહેતો બાલો અને ત્રણ અજાણ્યા શખ્સોએ ધસી આવી અહીં કેમ ઊભો છે કહી ઝઘડો કરી છરી વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે શાપર પોલીસ મથકના જમાદાર રવીરાજસિંહ સહિતના સ્ટાફે તપાસ કરતા વડોદરા ફરજ બજાવતા પોલીસમેન રજા પર વતન આવ્યા હતા.
રાત્રીના ઘર પાસે ઉભા હતા તે દરમ્યાન એક શખ્સ બાઇક લઇને આવ્યો હતો અને અહીં કેમ ઉભો છે કહી ગાળો આપતા તેને ગાળો આપવાની ના પાડતા તેણે અન્ય ત્રણને બોલાવી હુમલો કર્યો હાેવાનું જણાવતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરી આરોપીઓને પકડી લેવા મથામણ કરી હતી.