Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનમાં અવાર-નવાર ઈશનિંદાના નામ પર હિન્દુ, અહમદિયા અથવા ખ્રિસ્તી સમુદાયની કોઈ વ્યક્તિની મોબ લિન્ચિંગની ઘટના સામે આવતી હોય છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફે પણ કબૂલાત કરી છે કે હવે પાકિસ્તાનમાં લઘુમતીઓ સલામત નથી.


નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતાં ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે ધર્મના નામે લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યા છે જે એક ગંભીર બાબત છે. ખ્વાજા આસિફે કહ્યું કે લઘુમતીઓની દરરોજ હત્યા થાય છે. તેઓ ઇસ્લામના પડછાયા હેઠળ સુરક્ષિત અનુભવતા નથી.

પાકિસ્તાનની આખી દુનિયામાં બદનામી થઈ રહી છે.બંધારણ દ્વારા આપવામાં આવેલી સુરક્ષા છતાં ઇસ્લામ સાથે સંબંધિત નાના સંપ્રદાયો સિવાય અન્ય ધર્મના લોકો પણ સુરક્ષિત નથી.