ઉત્તરાખંડ, હિમાચલ અને કાશ્મીરના પર્વતોમાં હિમવર્ષા સરેરાશ કરતાં ઓછી એટલે કે માત્ર 70 ટકા થઇ. હિમાચલમાં અત્યાર સુધીમાં સરેરાશ કરતાં 21%, કાશ્મીરમાં 30% અને ઉત્તરાખંડમાં 33% હિમવર્ષામાં ઘટાડો નોંધાયો છે. હવામાનના નિષ્ણાતોનું કહેવું છે કે પહાડોની ઉપરની સપાટી પર ઠંડી સતત વધી રહી છે, જેના કારણે બરફના સંચયની ઊંચાઈ પણ વધી રહી છે. એટલે કે આગામી વર્ષોમાં હવે જે વિસ્તારોમાં બરફ પડી રહ્યો છે તેના કરતાં વધુ ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફ પડશે. આગામી 20-25 વર્ષોમાં ગ્લેશિયર સતત પીગળતાં રહેશે. તેમજ હિમયુગના સમયથી બરફથી ઢંકાયેલા પર્વતો પણ પીગળશે. એટલા માટે સમયસર તેનું નિયંત્રણ કરવું જરૂરી છે.
દર વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કાશ્મીરમાં 12 ઇંચથી વધુ બરફ પડતો હોય છે. આ વખતે માત્ર ચાર ઈંચ જેટલો જ બરફ પડ્યો હતો અને તે પણ થોડા દિવસોમાં પીગળી ગયો. કાશ્મીર યુનિવર્સિટી દ્વારા છેલ્લાં 40 વર્ષના ડેટાનું વિશ્લેષણ કરતા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે અહીં વાર્ષિક મહત્તમ તાપમાન 0.038 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 0.016 ડિગ્રી વધી ...અનુસંધાન પાના નં. 15 રહ્યું છે. 1980થી 2019 દરમિયાન વરસાદ અને હિમવર્ષામાં પણ દર વર્ષે 1.24 મીમીનો ઘટાડો થઈ રહ્યો છે.