Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બ્રિટને ભારતમાં ઉચ્ચ શિક્ષણનાં ક્ષેત્રમાં મોટી પહેલ કરી છે. પાંચ વર્ષમાં ભારતીય મહાનગરો સહિત ટિયર-2 શહેરોમાં 24 બ્રિટિશ યુનિવર્સિટી પોતાનાં કેમ્પસ ખોલવા જઈ રહી છે. તેના માટે જયપુર, ભોપાલ, પટણા, કાનપુર અને ઈન્દોર જેવાં શહેરોની પસંદગી કરી છે. ભારતમાં બ્રિટનની યુનિવર્સિટી ઓફ સાઉધમ્પટન સૌથી પહેલા પોતાનું કેમ્પસ ખોલવા જઈ રહી છે. તેને ગત સપ્તાહે જ લાઇસન્સ મળ્યું છે.


ગુરુગ્રામમાં શરૂ થનારા કેમ્પસમાં આગામી શૈક્ષણિક સત્રથી એડમિશન મળવાનું શરૂ થઈ જશે. અનેક યુનિવર્સિટી આવતા મહિના સુધી પોતાનાં કેમ્પસની જાહેરાત કરવાની છે. સાઉધમ્પટન યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ એન્ડ્યૂ એથરટને જણાવ્યું કે બ્રિટિશ યુનિવર્સિટી ભારતના હાયર એજ્યુકેશન સેક્ટરમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માંગે છે.

તેમણે જણાવ્યું કે ફેકલ્ટીની પસંદગી ભારતમાંથી પણ કરવામાં આવશે, જેનાથી સ્ટુડન્ટ્સને સ્થાનિક જરૂરિયાતોના હિસાબથી પણ ભણાવી શકાશે. પરંતુ મૂળ ફેકલ્ટીને બ્રિટિનના મુખ્ય કેમ્પસથી જ બોલાવવામાં આવશે. આંતરરાષ્ટ્રીય અનુભવ ધરાવતા પ્રોફેસરોને ભારતમાં ભણાવવા માટે પ્રાથમિકતા અપાશે.