Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટની યુવતી પરણીને ગાંધીનગર સાસરે ગયા બાદ પતિ, સસરા, દિયર અને નણંદ દારૂ-ગાંજાનો નશો કરીને મારકૂટ કરતા હતા અને પતિ ઘરમાં પત્નીના કપડાં પહેરીને મારે ઓપરેશન કરી સ્ત્રી થઇ જવું છે તેવું કહી ત્રાસ આપતો હતો, પરિણીતાને પણ નશો કરવા માટે દબાણ કરાતું હતું.


રાજકોટના પુષ્કરધામની બાજુમાં આલાપ એવન્યૂમાં પિતાની ઘરે રહેતી દેવ્યાની કાપડિયાએ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગાંધીનગર રહેતા તેના પતિ જતિન કાપડિયા, સસરા અનંત કાપડિયા, સાસુ ઇન્દુ કાપડિયા, દિયર યતિન અને નણંદ પલક કાપડિયાના નામ આપ્યા હતા, દેવ્યાનીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 10 વર્ષ પૂર્વે તેના લગ્ન જતિન સાથે થયા હતા, લગ્નના બે મહિના બાદ પતિ, સસરા, નણંદ અને દિયર સાથે બેસીને દારૂ, ગાંજો અને સિગારેટ પીતા હતા અને દિવ્યાએ આ બાબતનો વિરોધ કરતા તેને મારકૂટ કરવામાં આવતી હતી, દિવ્યાએ સીએનો અભ્યાસ પૂરો કરવાની ઇચ્છા વ્યક્ત કરતા પતિએ ફીની રકમ આપવાનો ઇનકાર કરી દીધો હતો, અને દહેજ બાબતે સાસુ તથા નણંદ મેણાં મારતા હતા.