Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના વેપારી પરિવારની 6 વર્ષની પુત્રી અને તેની 44 વર્ષની ફઇના ગુમ થયા બાદ ઇન્દોરથી મળી આવવાના મામલામાં શુક્રવારે રાત્રે પોલીસે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો નોંધ્યો હતો, ફઇ-ભત્રીજીને રાજકોટથી ઉઠાવી જઇ કચ્છ, મહેસાણા અને ઇન્દોર લઇ જઇ હોટેલમાં રાખવામાં આવ્યા હતા, જોકે અપહરણકારોનો હેતુ હજુ સુધી બહાર આવ્યો નથી.

એરપોર્ટ રોડ પરના અલ્કાપુરી મેઇન રોડ પર રહેતા વેપારી રિયાઝભાઇ ફિરોજભાઇ માખાણી (ઉ.વ.42)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સો હોવાનું કહ્યું હતું. રીયાઝભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.24ના તેમની 6 વર્ષની પુત્રી અનાયા અને 44 વર્ષના તેમના બહેન રીમાબેન ગુમ થઇ ગયા હતા અને આ અંગેની તા.25ના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. તા.31ના ફઇ ભત્રીજી ઇન્દોરથી મળી આવ્યા હતા અને પોલીસ તેને રાજકોટ લઇ આવી હતી.

રિયાઝભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘરે આવ્યા બાદ તેની છ વર્ષની પુત્રી અનાયાએ જણાવ્યું હતું કે, તા.24ના પોતે તથા ફઇ રીમાબેન સાંજે પોણા આઠેક વાગ્યે રેસકોર્સ ફરવા ગયા હતા અને ઘરે આવવા નીકળતા હતા ત્યારે ફનવર્લ્ડ પાસે પહોંચતા એક બુકાનીધારી શખ્સ આવ્યો હતો અને અનાયા તથા ફઇ રીમાબેનને ગાડીમાં બેસવાનું કહેતા અમે બંને બેસી ગયા હતા અને મારી સીટ પર તે શખ્સ બેસી ગયો હતો અને અનાયાના ગળા પર છરી રાખી દીધી હતી, અનાયા રડવા લાગી હતી અને ફઇને કાર ચલાવવાનું કહેતા તે કાર હંકારવા લાગ્યા હતા. થોડીવાર પછી તે શખ્સે કાર ઉભી રખાવી હતી અને અન્ય એક કાર આવતાં તેમાં ફઇ ભત્રીજીને બેસાડી દેવાયા હતા કાર અન્ય એક શખ્સ ચલાવતો હતો.