લેબેનાનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર ઈઝરાયલના હવાઈ હુમલાઓ બંધ થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે લેબેનાનના નાગરિકો તેમજ ત્યાંના પત્રકારો તેના પરિણામો ભોગવી રહ્યા છે. સોમવારે, બેકા ખીણમાં લાઇ ટેલિકાસ્ટ દરમિયાન ઈઝરાયલના હવાઈ હુમલામાં લેબનીઝ પત્રકાર ઘાયલ થયો હતો. મિરાયા ઈન્ટરનેશનલ નેટવર્કના એડિટર-ઇન-ચીફ ફાદી બૌદિયા iNews નેટવર્ક સાથે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની પાછળ એક વિસ્ફોટ થયો.
બાદમાં કહેવામાં આવ્યું હતું કે આ ઘટનામાં તેને પણ ઈજાઓ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે તે ચેનલને ઈન્ટરવ્યૂ આપવા માટે તૈયાર થઈ રહ્યા હતા અને તેમણે બોલવાનું શરૂ કર્યું કે ઈઝરાયલના હુમલામાં તેમની પાછળની દિવાલ ધ્વસ્ત થઈ ગઈ. આ પછી ત્યાં અંધકાર છવાઈ ગયું. હુમલા દરમિયાન પત્રકાર ફાદી બૌદિયાનો ચીસો પણ સંભળાય છે.