તમિલનાડુમાં ચેન્નાઈ નજીક શુક્રવારે રાત્રે મૈસૂર-દરભંગા એક્સપ્રેસ (12578) એક માલગાડી સાથે અથડાઈ હતી. આ અકસ્માત કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પાસે થયો હતો. આ અકસ્માતમાં 19 ઘાયલ થયાના સમાચાર છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, માલગાડી કાવરાઈપેટ્ટાઈ રેલવે સ્ટેશન પર ઉભી હતી ત્યારે પેસેન્જર ટ્રેન તેની સાથે અથડાઈ હતી. એક્સપ્રેસના 6 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે અને તેમાં આગ લાગી છે. એમ્બ્યુલન્સ અને બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.