દેશમાં દરરોજ એક વ્યક્તિ સરેરાશ 52 ગ્રામ ખાંડ ખાય છે. જે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યૂએચઓ) દ્વારા નક્કી કરાયેલા પ્રમાણથી ઘણી વધુ છે. જોકે, તે વૈશ્વિક સરેરાશથી ઓછી છે. દુનિયાભરમાં દરેક વ્યક્તિ દરરોજ સરેરાશ 63 ગ્રામ ખાંડ ખાય છે. દુનિયામાં સૌથી વધુ અમેરિકામાં ખાંડ ખવાય છે. અમેરિકામાં દરરોજ સરેરાશ 126.4 ગ્રામ ખાંડનું સેવન થાય છે. જેમાં 34% લોકો દરરોજ ખાંડનો ઉપયોગ સવારની કોફીમાં કરે છે. ડબ્લ્યૂએચઓ દ્વારા નક્કી કરાયેલી સીમા અનુસાર, પુરુષો દરરોજ 30 ગ્રામ અને મહિલાઓએ 25 ગ્રામથી વધુનું સેવન ન કરવું જોઈએ. ત્યારે, ઉંમરના આધારે બાળકો માટે આ સીમા દરરોજ 19થી 24 ગ્રામ નક્કી કરાય છે.
અમેરિકામાં ટોકર રિસર્ચના અભ્યાસમાં મીઠી વસ્તુ ખાવાની ઈચ્છાના ભાવનાત્મક કારણો જાણવા મળ્યા છે. જેમાં તણાવ 39% સાથે સૌની ઉપર હતું. આ ઉપરાંત અન્ય કારણોમાં કંટાળો 36 %, થાક 24% અને એકલતા 17% સામેલ છે. અભ્યાસમાં પણ જાણવા મળ્યું કે મીઠી વસ્તુ ખાધાની 33 મિનિટ બાદ 42% લોકો થાક, 25% પસતાવો અને 21% એકગ્રતામાં ઘટાડો અનુભવે છે.
ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) ભલામણ કરે છે કે ખાંડ તમારી દૈનિક ઊર્જાના વપરાશમાં માત્ર 10% અથવા તેનાથી ઓછી હોવી જોઈએ. આ એક પુખ્ત વ્યક્તિ માટે દરરોજ લગભગ 12 ચમચી (50 ગ્રામ) ખાંડ સમાન છે. આમાં ઉમેરાયેલ અને કુદરતી રીતે બનતી ખાંડ બંનેનો સમાવેશ થાય છે.