T20 વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 120 રનના ટાર્ગેટને ચેઝ કરવા દીધો નહોતો. પાકિસ્તાનની ટીમ 7 વિકેટે 113 રન જ બનાવી શકી હતી. આ T20 ઈન્ટરનેશનલમાં ભારતે ડિફેન્ડ કરેલો સૌથી લોએસ્ટ ટોટલ સ્કોર છે.
છેલ્લી ઓવરમાં પાકિસ્તાનને જીતવા માટે 18 રનની જરૂર હતી, આ ઓવરમાં અર્શદીપે 11 રન આપ્યા હતા. ભારતે પાકિસ્તાનને 6 રનથી હરાવ્યું હતું.
જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. જ્યારે પાકિસ્તાનને 2 ઓવરમાં 21 રનની જરૂર હતી ત્યારે તે 19મી ઓવર લાવ્યો હતો અને માત્ર 3 રન આપ્યા અને ઈફ્તિખારની વિકેટ પણ લીધી.
અગાઉ, પાકિસ્તાને ટૉસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયા 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. T20 ઈન્ટરનેશનલમાં ભારત પ્રથમ વખત પાકિસ્તાન સામે ઓલઆઉટ થયું હતું.
નાના ટોટલને ચેઝ કરતા પાકિસ્તાન જીત તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ બુમરાહે સ્થિર રમત રમી હતી. રિઝવાન 15મી ઓવરના પહેલા બોલ પર બોલ્ડ થયો હતો. આ પછી ટીમ પર દબાણ વધી ગયું. અને આખરે તે ટાર્ગેટ સુધી પહોંચી શકી નહીં.