વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવારે કલ્પેશ પટેલે મોટાપોઢા ખાતે ડેમ હટાવો સમિતિના આગેવાનો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસ દ્વારા કલ્પેશ પટેલ અને તેમના સમર્થકોને આવકાર્યા હતા. કલ્પેશ પટેલે કોંગ્રેસનો ખેસ પહેરતા કોંગ્રેસ ધરમપુર તાલુકામાં વધુ મજબૂત બની હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. મોટાપોઢા ખાતે પહોંચેલી પરિવર્તન યાત્રાની સભાને કોંગ્રેસી અગ્રણીઓની સાથે કલ્પેશ પટેલે ગુંજવી હતી. આગામી દિવસોમાં ધરમપુર અને કપરાડા વિધાનસભાની બેઠક ઉપર કોંગ્રેસનો ઉમેદવારને જંગી બહુમતી મેળવી જીત અપાવવાની કલ્પેશ પટેલે ખાત્રી આપી હતી. સભામાં વલસાડ જિલ્લા કોબગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ અને ધરમપુર વિધાનસભની બેઠકના સંભવિત ઉમેદવાર કિશન પટેલે ડેમ બચાવો સમિતિના અગ્રણી કલ્પેશ પટેલ અને તેના સનર્થકોને આવકાર્ય હતા.
રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા રાજ્યમાં રાજકીય પક્ષઓ દ્વારા વિધાનસભા બેઠકો ઉપર પ્રબળ મજબૂત દાવેદારોને શોધવાની કવાયત શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના ધરમપુર વિધાનસભા બેઠકથી સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટને લઈને સમગ્ર દેશનું ધ્યાન ધરમપુર તાલુકા ઉપર કેન્દ્રિત કર્યું છે. ધરમપુર તાલુકાથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને ધરમપુર તાલુકા પંચાયતના અપક્ષ ઉમેદવાર કલ્પેશ પટેલની આગેવાનીમાં આદિવાસી સમાજના લોકોએ સૂચિત પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધની શરૂઆત કરીને ગાંધીનગર સુધી રેલીઓ કરીને અગ્રણીઓએ ડેમ સામે વિરોધ નોંધાવી ધરમપુર ઉપર લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.