શહેરમાં નાનામવા રોડ પર અંબિકા ટાઉનશિપમાં ચોથા માળે રહેતી નવોઢાએ અગાશી પરથી ઝંપલાવી આપઘાત કરી લેતા તેના પરીવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે તાલુકા પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.
નાનામવા રોડ પર અંબિકા ટાઉનશિપમાં ચોથા માળે ક્વાટરમાં રહેતા નિમિષાબેન જીતુભાઇ શોભાસણા (ઉ.24) એ બપોરે તેના ઘેર ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાયો છેે. પોલીસની તપાસમાં મૃતક મહિલાના લગ્ન 9 માસ પહેલાં થયા હતા અને પતિ કારખાનામાં નોકરી કરતા હોવાનું પરિવારજનો જણાવતા પોલીસે વધુ પૂછતાછ કરતાં બપોરે કપડાં સૂકવવા જવાનું કહી અગાશી પર ગઇ હતી અને ત્યારબાદ આ બનાવ બન્યાનું જણાવતા પોલીસ નવોઢાના વાપી રહેતા માવતરને બોલાવતા તે આવ્યા બાદ વધુ કાર્યવાહી કરશે તેમ જણાવ્યું હતું.