કોરોનાના કેસમાં વધારો થયા બાદ ચીને 24 ડિસેમ્બરે સરહદ સીલ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ હવે સરકારે 8 જાન્યુઆરીથી બોર્ડર ખોલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ક્વોરેન્ટીન પણ દૂર કરવામાં આવશે. આનાથી સ્પષ્ટ છે કે સરકાર હવે કોરોનાને સામાન્ય ફ્લૂ માની રહી છે.જ્યારે ચીનના ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. અહીં એક દિવસમાં કોરોનાના 10 લાખ નવા કેસ મળી રહ્યા છે.
બીજી તરફ, ચીને નિર્ણય લીધો છે કે તે કોરોના સામે લડવા માટે ફાઈઝરની કોવિડ દવાનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. સીએનએનના અહેવાલ મુજબ, આવનારા કેટલાક દિવસોમાં, ચીનના આરોગ્ય કેન્દ્રો પર અમેરિકી કંપનની દવા ફાઈઝરની પેક્સલોવિડ કોવિડ દવાનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. આની સંપૂર્ણ ટ્રેનિંગ લીધા પછી, કમ્યુનિટી ડૉક્ટરો કોરોનાના દર્દીઓને આ દવા આપશે.
જાન્યુઆરી 2020થી ચીનમાં કોરોનાને A કેટેગરીનો રોગ માનવામાં આવતો હતો. ગ્વાંગડોંગ, ફુજિયન અને જિઆંગસુના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને રાષ્ટ્રીય આરોગ્ય આયોગ દ્વારા 8 જાન્યુઆરીથી વાઇરસને B કેટેગરીમાં ડાઉનગ્રેડ કરવાનું કહેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં RT-PCR ટેસ્ટની પણ જરૂર રહેશે નહીં. આ નિર્ણયથી સ્પષ્ટ છે કે ચીનની સરકારે સ્વીકારી લીધું છે કે હવે તેણે વાઇરસ સાથે જીવવું પડશે.
ચીનના નેશનલ હેલ્થ કમિશને પણ 24 ડિસેમ્બરે કહ્યું હતું કે તે હવે કોરોના કેસ વિશે માહિતી આપશે નહીં. કોરોના સામે લડવા માટેની સમિતિના વડા સન ચુનલાન કહે છે કે દેશમાં કોરોનાનો ઓમિક્રોન વેરિયન્ટ નબળું પડી ગયું છે. હવે આનાથી કોઈ ખતરો નથી. એડવાઈઝરી જારી કરીને સરકાર કહી રહી છે કે કોરોનાનું જોખમ નહિવત્ છે.