રાજ્યમાં વધતી જતી ગુનાખોરી, ક્યાંક અધિકારીઓની ગેરવહીવટી બાબતો અને એક જ જગ્યાએ લાંબા સમયથી રહેલા IPS અધિકારીઓથી માંડીને DySP સુધીના અધિકારીઓની ટૂંક સમયમાં બદલીના ભણકારા વાગી રહ્યા છે. આ વખતની બદલીઓ મોટાપાયે રહેશે તેમ ગૃહવિભાગના સૂત્રોનું કહેવું છે, જેમાં ઘણા ડીસીપી અને રેન્જ આઇજી પણ બદલાશે. બીજી તરફ લાંબા સમયથી ખાલી પડી રહેલી મહત્ત્વની જગ્યાઓ પણ ભરાશે. ઉપરાંત PI ટુ DySPનાં પ્રમોશન અને SP ટુ DIGનાં પ્રમોશન આપવાની તૈયારીઓ પણ સરકારે કરી લીધી હોવાનું સૂત્રોનું કહેવું છે. પીયૂષ પટેલને તાત્કાલિક અસરથી ગુજરાત પરત આવવા આદેશ કરી દેવાયો છે. તેમને રાજ્યના IB વિભાગમાં નિમણૂંક અપાય તેવી શક્યતા છે.
અમદાવાદ સહિત આ જિલ્લાના SPની બદલીઓ ચર્ચામાં,અમદાવાદનાં ઝોન-1 અને ઝોન-7 DCPની બદલીની શક્યતા { રાજકોટ ગ્રામ્ય DIG પ્રમોશનનાં કારણે બદલાશે { વડોદરા ઝોન -3 પ્રમોશનનાં કારણે બદલાશે { સુરેન્દ્રનગર DSP પ્રમોશનનાં કારણે બદલાશે { CID ક્રાઈમનાં બેથીત્રણ DCP બદલાવાની શક્યતાં { મહેસાણા DSP પ્રમોશનનાં કારણે બદલાશે { સુરત ગ્રામ્ય DSP પ્રમોશનનાં કારણે બદલાશે { વડોદરા વેસ્ટર્ન રેલવે એસ.પી પ્રમોશનનાં કારણે બદલાશે { સુરત ઝોન-5 DCP પ્રમોશનનાં કારણે બદલાશે.