વ્હાઇટ કોલર જોબ્સ એટલે કે મેનેજમેન્ટ સ્તરની નોકરીઓમાં નવેમ્બરમાં 6 ટકાનો વધારો થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવી નોકરીઓમાં સૌથી વધુ 10% વૃદ્ધિ જોવા મળી હતી અને સૌથી ઓછી વૃદ્ધિ આઇટી સેક્ટરમાં 3 ટકા હતી. વૈશ્વિક અર્થતંત્રમાં મંદી વચ્ચે ભારતીય જોબ માર્કેટમાં આ મજબૂતીનો સંકેત છે.
ફાઉન્ડિટ ઇનસાઇટ ટ્રેકર (અગાઉ મોન્સ્ટર એમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સ) ના તાજેતરના માસિક અહેવાલ મુજબ રિટેલ, બેન્કિંગ અને ફાઇનાન્સ જેવા સેક્ટર્સમાં નવેમ્બર મહિનામાં ભરતીમાં સતત વૃદ્ધિ કરી છે. આઈટી અને મીડિયા ઈન્ડસ્ટ્રીમાં અમુક મહિનાઓ સુધી સતત ઘટાડા પછી ભરતીમાં સુધારો થયો છે. ટીયર-2 શહેરોમાં પણ ભરતીનો આઉટલૂક સકારાત્મક છે.
ફાઉન્ડિટના સીઇઓ શેખર ગરિસાએ જણાવ્યું હતું કે રિયલ એસ્ટેટ, રિટેલ, ટેક અને બેન્કિંગ, નાણાકીય સેવાઓ અને વીમા (BFSI) જેવા મુખ્ય સેક્ટર્સમાં ભરતીમાં વધારો થયો છે.