ભારતે ઇઝરાયલ-હમાસ સંઘર્ષ વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર (UN)માં દ્વિ-રાજ્ય ઉકેલની પેલેસ્ટાઈનની માગને સમર્થન આપ્યું છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે જણાવ્યું હતું કે "ભારત ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચેના દ્વિ-રાજ્ય ઉકેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે, જ્યાં પેલેસ્ટાઇનના લોકો પોતાના દેશમાં સુરક્ષિત રીતે જીવી શકે."
કંબોજે ઈઝરાયલ પર 7 ઓક્ટોબરના હમાસના હુમલાની પણ નિંદા કરી હતી અને બંધકોને વહેલી તકે મુક્ત કરવાની માગ કરી હતી. હમાસના હુમલા પર બોલતા કંબોજે કહ્યું, 'આતંકવાદને ક્યારેય ન્યાયી ઠેરવી શકાય નહીં. ભારતે હંમેશા આતંકવાદનો વિરોધ કર્યો છે અને કરતું રહેશે.
તેમણે કહ્યું, 'અમે તમામ બંધકોને મુક્ત કરવાની માગ કરીએ છીએ. કંબોજે ઇઝરાયલ અને હમાસ બંનેને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માનવતાવાદી કાયદાઓનું પાલન કરવા જણાવ્યું હતું.
અગાઉ હમાસના નેતાઓએ પણ કહ્યું હતું કે જો પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવામાં આવે. તો હમાસ પણ હથિયારો નીચે મૂકવા તૈયાર છે.