રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા ધારીના કુબડા પાણીના ટાંકા સામે રહેતા ધ્રુવીત પ્રતાપભાઈ વાળા (ઉ.વ.23) અને યુવરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ.22) ની રાજકોટ SOG પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન બંને આરોપી રાજકોટ ભાવનગર રોડ ઉપર આઈ.ટી.આઈ નજીક ઉભા હોવાની ચોકકસ બાતમી મળતા આઈ.ટી.આઈ ના ગેઇટ પાસેથી બંનેને ઝડપી લીધા હતા. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી ધ્રુવીત અગાઉ ધારી પોલીસ મથકના લૂંટ અને મર્ડરના ગુન્હામાં પણ પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.