જામનગરમાં દંપતી સાથે હજ પઢવાના નામે રૂ.10 લાખની છેતરપિંડીની ફરિયાદ પોલીસમાં નોંધાતા ચકચાર જાગી છે. જામનગરના નિવૃત્ત સરકારી કર્મચારી રફીકભાઈ ખીરા તથા તેમના પત્નીએ હજ પઢવા જવા માટે અમદાવાદના ફૈઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા સાહીનબેન મહંમદ કાલીમ તથા મહંમદ કાલીમ પરીયાણીનો સંપર્ક કર્યો હતો. તેમણે રફીકભાઈને બેંક એકાઉન્ટમાંથી રકમ ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી.
હજ પઢવાના નામે રૂ.10 લાખની છેતરપિંડી
આથી રૂ.10 લાખ અને 10 હજારની રકમ સાહીનબેનના બેંક એકાઉન્ટમાં મોકલાવી હતી. તે રકમ મળી ગયા પછી ટિકિટ અને વીઝા મળી જશે તેવી વાત ગત તા.25 માર્ચ 2022 ના દિવસે કરવામાં આવ્યા પછી રફીકભાઈને ટિકિટ અને વીઝાના નામે આંબા આંબલી બતાવવામાં આવતા હતા. સતત દસ મહિના સુધી આ બાબતે જુદા જુદા બહાના કાઢ્યા પછી સાહીનબેન અને મહંમદ કાલીમ ટિકિટ કે વીઝા તો ઠીક રકમ પણ પરત આપતા ન હતા.તેથી રફીકભાઈ તેમની સામે ફરિયાદ કરી છે.