રાધનપુર રામદેવ સોસાયટીમાં ગત રોજ રિટાયર્ડ જેલર કરશન રબારી ઘરે 5થી 6 ઈસમો રાત્રે દરમિયાન ઘસી આવી આશરે બે રાઉન્ડ ફાયરિંગ કરી 2 જેટલી ગાડીઓને નુકસાન કર્યું હતું. ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પહોંચી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ફાયરિંગની બે ઘટના સામે આવી હતી.
ઘટનાને પગલે પોલીસ કાફલો દોડી ગયો ગત રાત્રે રાધનપુર શહેરની રામદેવ સોસાયટીમાં રહેતા રિટાયર્ડ જેલરના ઘરે રાત્રીના સમયે 5થી 6 જેટલા ઈસમો આશરે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સાથે 2 કારને નુકસાન કરવામાં આવ્યું હતું. તો રિટાયર્ડ જેલરના ઘરના બારીના કાચ ફોડી તોડફોડ કરી હતી. ફાયરિંગની ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી રાધનપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.