ઝોમેટોની ક્વિક-કોમર્સ પેટાકંપની બ્લિંકિટ એ 'બિસ્ટ્રો' લોન્ચ કર્યું છે. આ પ્લેટફોર્મ દ્વારા કંપની 10 મિનિટની અંદર સ્નેક્સ, મીલ્સ અને બેવરેજીસ પહોંચાડવાનું વચન આપી રહી છે. આ ઝડપથી વિકસતા ફૂડ ડિલિવરી માર્કેટને કબજે કરવાની ઝોમેટોની વ્યૂહરચનાનો એક ભાગ છે.
એક દિવસ અગાઉ, ઝોમેટોના હરીફ ઝેપ્ટોએ ઝેપ્ટો કાફેનું અનાવરણ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં બિસ્ટ્રો ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. ભવિષ્યમાં તેને એપલ એપ સ્ટોર પર પણ લાવવાની યોજના છે.
ઇન્સ્ટન્ટ ફૂડ અને ગ્રોસરી ડિલિવરી સેગમેન્ટમાં ઝોમેટોનો આ બીજો પ્રયાસ છે. રિપોર્ટ અનુસાર, અગાઉ ઝોમેટોએ ઝોમેટો ઇન્સ્ટન્ટ લૉન્ચ કર્યું હતું, જે બાદમાં બંધ કરી દેવામાં આવ્યું હતું.
બ્લિંકિટે 6 ડિસેમ્બરે ગૂગલ પ્લે સ્ટોર પર બિસ્ટ્રો લોન્ચ કરી હતી
બ્લિંકિટ, ઝોમેટોની ક્વિક-કોમર્સ કરિયાણાની પેટાકંપનીએ 6 ડિસેમ્બર, 2024ના રોજ ગૂગલ પ્લે સ્ટોર પર તેની નવી એપ્લિકેશન બિસ્ટ્રો લોન્ચ કરી. એપ્લિકેશન માત્ર 10 મિનિટમાં સ્નેક્સ, મીલ્સ અને બેવરેજીસ પહોંચાડવા માટે બનાવવામાં આવી છે.