હાર્દિક પંડ્યાના ચાહકો જાસ્મિન વાલિયા સાથેની તેની ડેટિંગ અફવાઓ વિશે સત્ય જાણવા ઉત્સુક છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર વાઇરલ થઈ રહી છે, જેમાં લોકો જાસ્મિનની તસવીરમાં હાર્દિક પંડ્યાનો હાથ જોઈ શકે છે. અત્યારસુધી આ બંને લોકોની તસવીરોમાં એક જ લોકેશન જોઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે લેટેસ્ટ તસવીર જોયા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર હાર્દિક વિશે નકારાત્મક વાતો કરવાનું શરૂ કરી દીધું છે.
હવે હાર્દિક પંડ્યા અને જાસ્મિન વાલિયાના ડેટિંગ પર એક નવી પોસ્ટ સામે આવી છે. આ જોઈને લોકો હાર્દિક અને તેના સંબંધોને લગભગ કન્ફર્મ માની રહ્યા છે. રેડિટ પર જાસ્મિન વાલિયાની એક તસવીર શેર કરવામાં આવી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હાર્દિક તેની સાથે છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
રેડિટ યુઝરે તસવીર શેર કરી અને લખ્યું કે હવે પંડ્યાનું ડેટિંગ ધીમે ધીમે સામે આવી રહ્યું છે. ફોટામાં જાસ્મિનની બાજુમાં એક હાથ દેખાય છે. તેના પર ટેટૂ છે. હાર્દિક પંડ્યાના હાથ પર પણ એ જ જગ્યાએ ટેટૂ છે, તેથી એવું માનવામાં આવે છે કે પંડ્યા જાસ્મિન સાથે બેઠો છે.