જર્મનીના મેગડેબર્ગમાં શુક્રવારે ક્રિસમસ માર્કેટમાં એક વ્યક્તિએ લોકો પર કાર ચડાવી દીધી હતી. આ ઘટનામાં 2 વ્યક્તિનાં મોત થયા છે અને 70 લોકો ઘાયલ થયા હતા. આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને લોકોને ઘટના સ્થળથી દૂર રહેવાની અપીલ કરી છે.
આ ઘટના 19 ડિસેમ્બર 2016 ના રોજ બર્લિનમાં એક મોટી આતંકવાદી ઘટનાની યાદ અપાવે છે, જ્યારે એક ઇસ્લામિક ઉગ્રવાદીએ ક્રિસમસ માર્કેટમાં ભીડમાં ટ્રક ભગાડી દીધો હતો. આ ઘટનામાં 13 લોકોનાં મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. તે હુમલાખોરને થોડા દિવસો પછી ઇટાલીમાં પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો.