બ્રિટનના ક્વીન એલિઝાબેથ IIના અંતિમ સંસ્કાર સોમવારે થશે. આ પહેલાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ રવિવાર બપોરે લંડનના વેસ્ટમિન્સ્ટર હોલ પહોંચ્યા. તેમને ક્વીનને ભારત તરફથી શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
બ્રિટનમાં 10 દિવસનો રાજકીય શોક છે. ક્વીનનું નિધન 8 સપ્ટેમ્બર થયું હતું. અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષ અંતિમ સંસ્કારમાં ઉપસ્થિત રહેશે. જો કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આવશે કે નહીં તે અંગે કોઈ તસવીર સ્પષ્ટ થઈ નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન આવશે તે નિશ્ચિત થઈ ગયું છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન તેમના પત્ની સહિત બેલ્જિયમ, સ્વીડન, નેધરલેન્ડ્સ અને સ્પેનના રાજા-રાણી સામેલ થશે. ફ્રાંસ, બ્રાઝીલ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, તુર્કી સહિતના દેશોના રાષ્ટ્રાધ્યક્ષ પણ પહોંચ્શે. રશિયા, બેલારુસ, મ્યાનમાર, ઈરાનને આમંત્રણ નથી અપાયું.
માનવામાં આવે છે કે યુક્રેન પર રશિયાના હુમલાને કારણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને નથી બોલાવવામાં આવ્યા. આશ્ચર્યની વાત એ છે કે ચીનને બોલાવવામાં આવ્યા છે છતાં તેમના રાષ્ટ્રપતિ આવશે કે નહીં તે અંગે હજુ સસ્પેન્સ છે. હાલના દિવસોમાં બ્રિટને બેઈજિંગ વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ટ્રેડ અને જાસૂસી ઉપરાંત બંને દેશો વચ્ચે અનેક મુદ્દે ઘર્ષણ ચાલી રહ્યું છે.
વેસ્ટમિન્સ્ટર હોલમાં મહારાણીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં સામાન્ય નાગરિક પહોંચી રહ્યાં છે.