Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

RBIએ રૂપિયામાં વોલેટિલિટીને અંકુશમાં રાખવા માટે ફોરેન એક્સચેન્જ માર્કેટમાં કુલ 33.42 અબજ ડોલરનું વેચાણ કર્યું હતું. RBI ફોરેન એક્સચેન્જ માર્કેટનું નિયમિતપણે મૂલ્યાંકન કરે છે અને કેટલીક સ્થિતિમાં માર્કેટમાં હસ્તક્ષેપ કરીને એક્સચેન્જ રેટમાં વોલેટિલિટીને અંકુશમાં રાખવા પ્રયાસ કરે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ દરમિયાન RBIની કામગીરીને પરિણામે સપ્ટેમ્બર 2022 સુધીમાં કુલ 33.42 અબજ ડોલરનું નેટ વેચાણ નોંધાયું હતું.


ડોલર સામે રૂપિયો 20 ઓક્ટોબર, 2022ના રોજ 83.20 સાથે સર્વોચ્ચ સપાટીએ જોવા મળ્યો હતો. ભૌગોલિક રાજકીય તણાવ અને આક્રમક નીતિગત પગલાંને કારણે ક્રૂડ ઓઇલની કિંમતમાં ઉછાળો જોવા મળતા ડોલર વર્ષ 2022-23 દરમિયાન 7.8% સુધી મજબૂત થયો હતો. આ જ સમયગાળા દરમિયાન રૂપિયામાં 6.9 ટકાનું અવમૂલ્યન થયું હતું. જો કે ડોલર સામે અન્ય કરન્સી જેમ કે ચાઇનીઝ રેનમિંનબી (10.6%), ઇન્ડોનેશિયન રૂપિયાહ(8.7%), પેસો (8.5%), સાઉથ કોરિયન વોન (8.1%), તાઇવાનીઝ ડોલર (7.3%) કરતાં રૂપિયો મજબૂત રહ્યો હતો.

તાજેતરમાં RBIએ એક્સચેન્જ રેટ વોલેટિલિટીની અસરને ઓછી કરવા માટે એક્સટર્નલ કોમર્શિયલ બોરોઇંગની મર્યાદાને 1.5 અબજ ડોલર સુધી વધારો તેમજ ઓલ કોસ્ટ સેઇલિંગમાં 100 બેસિસ પોઇન્ટ સુધીના કેટલાક પગલાં લીધા છે. દેશમાંથી નિકાસના ગ્રોથને વેગ આપવા તેમજ રૂપિયામાં વૈશ્વિક ટ્રેડિંગ કોમ્યુનિટીની રૂચિ વધારવા હેતુસર RBIએ ઇનવોઇસ, પેમેન્ટ અને રૂપિયામાં નિકાસ/આયાતના સેટલમેન્ટ માટેની વ્યવસ્થા કરી છે.