ચૂંટણી નિયમોમાં ફેરફાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારે ચૂંટણીપંચ (ECI)ની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે.
રવિવારે સવારે X પર એક પોસ્ટમાં ખડગેએ કહ્યું- પહેલાં મોદી સરકારે ચૂંટણી કમિશનરની નિમણૂક કરતી પેનલમાંથી CJIને હટાવી દીધા હતા અને હવે તેઓ ચૂંટણીની માહિતી જનતાથી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકારના ચૂંટણી નિયમોમાં થયેલા ફેરફારો પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મોદી સરકારનું આ પગલું બંધારણ અને લોકશાહી પર સીધો હુમલો છે. સરકારે ચૂંટણી આચાર નિયમો, 1961માં સંશોધન કરતા CCTV ફૂટેજ, વેબકાસ્ટિંગ અને ઉમેદવારોના વીડિયો રેકોર્ડિંગ જેવા કેટલાક ઈલેક્ટ્રોનિક દસ્તાવેજોનું જાહેર નિરીક્ષણ અટકાવામાં આવ્યું છે. ખડગેએ તેને ચૂંટણી પંચની સંસ્થાકીય અખંડિતતાને નષ્ટ કરવા માટેનું "સુવ્યવસ્થિત કાવતરું" ગણાવ્યું છે. ખડગેએ કહ્યું- મોદી સરકાર દ્વારા ચૂંટણી પંચની પ્રમાણિકતાને સુનિયોજીત રીતે ખતમ કરવી એ બંધારણ અને લોકશાહી પર સીધો હુમલો છે.
જ્યારે પણ કોંગ્રેસે ચૂંટણીપંચને મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવા અને EVMમાં પારદર્શિતા અંગે પત્ર લખ્યો ત્યારે ECIએ અપમાનજનક ભાષામાં જવાબ આપ્યો અને અમારી ફરિયાદો પણ સ્વીકારી નહીં.