બાંગ્લાદેશ ઈસ્કોન સાથે સંકળાયેલા ધાર્મિક નેતા ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની સોમવારે બપોરે ધરપકડ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમની વિરુદ્ધ દેશદ્રોહ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવાનો કેસ છે. ચિન્મય પ્રભુના સહાયક આદિ પ્રભુએ જણાવ્યું હતું કે, તેમને ઢાકાના મિન્ટુ રોડ પરની ડીબી ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા.
તેમની મુક્તિની માગ સાથે ઢાકામાં દેખાવો શરૂ થયા છે. પ્રદર્શનકારીઓએ ઢાકાના સેહબાગમાં મુખ્ય માર્ગને બંધ કરી દીધો છે, તેઓ 'અમે ન્યાય માટે મરીશું, અમે તેમના માટે લડીશું' ના નારા લગાવી રહ્યા છે.