ભારતના એવિએશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ જણાવ્યું કે, નવેમ્બર 2024માં ભારતીય સ્થાનિક ઉડ્ડયનના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ ટ્રાફિક જોવા મળશે.
આ વૃદ્ધિએ એરપોર્ટ અને એરલાઇન્સ બંનેને અસર કરી. દિલ્હી એરપોર્ટનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ મહિનો નોંધાયો છે. આ સિવાય મિન્ટના એક રિપોર્ટ અનુસાર નવેમ્બર મહિનામાં ત્રણ એરલાઈન્સે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે.
એક મહિનામાં 10 મિલિયન અથવા 1 કરોડથી વધુ મુસાફરોને સુવિધા આપનારી ઇન્ડિગો ભારતની પ્રથમ એરલાઇન બની છે. તેમાંથી 9.07 મિલિયન એટલે કે 90.7 લાખ સ્થાનિક મુસાફરો હતા, જ્યારે બાકીના આંતરરાષ્ટ્રીય મુસાફરો હતા.
18 વર્ષ પહેલા તેની શરૂઆત પછી એરલાઇન માટે આ સૌથી વધુ ડોમેસ્ટિક પેસેન્જર નંબર છે. ઓક્ટોબર 2024માં એરલાઇન્સે 8.64 મિલિયન મુસાફરો અને ડિસેમ્બર 2023માં 8.52 મિલિયન મુસાફરોના તેના અગાઉના રેકોર્ડને વટાવી દીધો હતો. એરલાઇન ડિસેમ્બર 2024માં વધુ એક રેકોર્ડ બનાવી શકે છે.