રિઝર્વ બેન્કે તેના નિયમોનું પાલન કરવામાં વિવિધ ક્ષતિઓ બદલ ગુજરાતસ્થિત પાંચ સહકારી બેન્કોને દંડ ફટકાર્યો છે, જેમાં છેલ્લા એક મહિનામાં રૂ.50,000થી લઇને રૂ.5 લાખ સુધીનો દંડ ફટકારાયો છે. નિયામકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે વડોદરાની શ્રી ભારત સહકારી બેન્ક પર અન્ય બેન્કો પર થાપણો મૂકવાના તેમના નિર્દેશનું પાલન ન કરવા બદલ રૂ.5 લાખનો દંડ ફટકાર્યો છે.
આ પાંચ બેન્કોને ફટકારવામાં આવેલો આ દંડ નિયમોના પાલનમાં ક્ષતિ બદલ કરવામાં આવ્યો છે અને તેને બેન્કના ગ્રાહકો સાથે કોઇ પણ ટ્રાન્ઝેક્શન કે એગ્રીમેન્ટની મુદત સાથે કોઇ જ લેવાદેવા નથી. RBIએ ગત 7 ડિસેમ્બરના રોજ તેના આદેશમાં ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં સંખેડાસ્થિત સંખેડા નાગરિક સહકારી બેન્ક પર ડિરેક્ટર, સંબંધીઓ અને પેઢીઓને લોન અને એડવાન્સ અંગેના નિર્દેશોનું પાલન ન કરવા બદલ રૂ. 5 લાખનો દંડ ફટકાર્યો હતો. તદુપરાંત બેન્કે તેના 8 ડિસેમ્બર, 2023ના આદેશમાં ભુજ કોમર્શિયલ કોઓપરેટિવ બેન્ક પર KYC નિર્દેશોના ઉલ્લંઘન અને ડિપોઝિટ પર વ્યાજદરોના નિર્દેશના ઉલ્લંઘન બદલ રૂ.1.50 લાખનો દંડ ફટકાર્યો છે.