રાજ્યના ચકચારી GST બોગસ બિલ કૌંભાડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચતા બોગસ બિલીંગ કૌંભાડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન ઝડપી પાડી રાજકોટ પોલીસ દ્વારા બોગસ બિલીંગ કૌંભાડ મામલે કાર્યવાહી કરી 14 જેટલી પેઢીઓ પર એકસાથે દરોડા કરી 12 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા જે તમામ આરોપીઓ હાલ જેલ હવાલે છે જયારે રાજકોટ EOW ટીમ દ્વારા અમદાવાદ સાબરમતી જેલ ખાતેથી કબ્જો મેળવી કોર્ટમાં 14 દિવસના રિમાન્ડની માંગ સાથે રજૂ કરવામાં આવતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. આજે રિમાન્ડ પૂર્ણ થતા પોલીસ દ્વારા તેને ફરી અમદાવાદ સાબરમતી જેલ હવાલે કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોલીસે રાજકોટમાં GST બિલ કૌભાંડ અંગે અલગ-અલગ બે ફરિયાદ દાખલ કરી છે, જેમાં એક ફરિયાદ 61 લાખની અને બીજી ફરિયાદમાં 79 લાખનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. જે કેસમાં હવે ફરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબ્જો લેવામાં આવશે.
રાજકોટ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને આજથી એક મહિના પહેલા માહિતી મળી હતી કે, બોગસ પેઢી ખોલી તેના આધારે બોગસ GST બીલો, ઈ-વે બિલો બનાવી ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસોન કરવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે. માહિતીના આધારે આર્થિક નિવારણ શાખા દ્વારા તપાસ કરી જેમાં ખોટા ભાડા કરાર બનાવી તેનો દુરુપયોગ કરી અને ખોટી કંપનીઓ બનાવી પરમાર એન્ટરપ્રાઈઝ નામની કંપની દ્વારા અલગ-અલગ 14 કંપનીને બોગસ બિલો ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસોન કરવા માટે આપેલા હતા. આ અંગે 27 નવેમ્બર, 2024ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી જયારે આ તપાસ દરમિયાન એવું ધ્યાનમાં આવ્યું કે 3 કંપની ડી એ એન્ટરપ્રાઇઝ, આર્યન એસોસિએટ અને અર્હમ સ્ટીલ અગાઉ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલ કૌભાંડમાં સંડોવણી ખુલી હતી તેમની એક ડી એ એન્ટરપ્રાઇઝ મનોજ લાંગાના નામની છે. અને તે મહેશ લાંગાના પિતરાઈ ભાઈની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.