રાજકોટમાં બુધવારે 33.6 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હાલમાં પવનની દિશા બદલાઇ છે. અને દક્ષિણ-પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યાં છે. જેને કારણે વાતાવરણ સૂકું રહેશે. આ સિવાય કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં પડવાની સંભાવના છે.
બુધવારે રાજકોટમાં 33.6 ડિગ્રી, અમરેલીમાં 32.8, ભાવનગરમાં 34.4, દ્વારકા 31.4, ઓખા 31.2, પોરબંદરમાં 31.4, વેરાવળ 31.8 અને દીવમાં 31.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે પવનની ઝડપ રાજકોટમાં 16થી 18 કિલોમીટર રહી હતી. હવામાં ભેજનું પ્રમાણ 51 ટકા રહ્યું હતું. મહત્તમ તાપમાનનો પારો 33 ડિગ્રીએ ઉપર પહોંચતા અને આકાશ પણ સ્વચ્છ થતા આકરા તાપનો અનુભવ થયો હતો.
રાજકોટમાં 15 સપ્ટેમ્બરથી તાપમાનનો પારો 33થી 34 ડિગ્રીની વચ્ચે જળવાઈ રહ્યો છે. હવામાન ખાતાએ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં ગીર- સોમનાથ, અમરેલી, જૂનાગઢ જિલ્લાનો સમાવેશ થાય છે.