ભારતે વિકાસના માર્ગ પર સાતત્ય જાળવવા તેમજ દેશમાં પૂરતા પ્રમાણમાં રોજગારી સર્જન સુનિશ્ચિત કરવા માટે ઘણા વધુ સુધારા કરવાની જરૂર રહેશે તેવું IMFના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર ગીતા ગોપીનાથે જણાવ્યું હતું.
ગોપીનાથે વધુમાં જણાવ્યું હતું કે જો ભારત વૈશ્વિક સપ્લાય ચેનમાં અગ્રણી બનવા માંગે છે તો તેણે આયાત ટેક્સમાં ઘટાડો કરવાની જરૂરિયાત રહેશે. માળખાકીય સુધારાના સંદર્ભમાં સરકાર દ્વારા અનેક પ્રકારના નોંધપાત્ર સુધારા કરવામાં આવ્યા છે. ભારત માટે વૈશ્વિક વેપાર માટે વધુ પારદર્શક રહેવું જરૂરી છે.
ભારતમાં ટેરિફ દરો તેના અન્ય હરીફ દેશોની તુલનામાં વધુ છે. જેમાં ઘટાડો જરૂરી બનશે. એકંદર વૃદ્ધિદરની દૃષ્ટિએ ભારતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે અને 7%ના દર સાથે તે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે.