Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સે ગુરુવારે સાંજે ભારતીય સમય અનુસાર સાંજે 6.30 વાગ્યે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર સ્પેસવોક શરૂ કર્યું. આ દરમિયાન તેમના અંતરિક્ષ સાથી અવકાશયાત્રી નિક હેગ પણ તેમની સાથે હતા.


નાસાએ તેમના સ્પેસવોકના લાઈવ ફૂટેજ શેર કર્યા છે. આ સ્પેસવોકનો હેતુ ન્યુટ્રોન સ્ટાર ઈન્ટિરિયર કમ્પોઝિશન એક્સપ્લોરર (NICER) એક્સ-રે ટેલિસ્કોપને રિપેર કરવાનો છે. આ મિશનનું નામ 'યુએસ સ્પેસવોક-91' છે. આ મિશન સુનિતા વિલિયમ્સની કારકિર્દીનું 8મું સ્પેસવોક છે અને હેગનું ચોથું સ્પેસવોક છે. આ સ્પેસવોક લગભગ 6.5 કલાક સુધી ચાલ્યું હતું.

આ સ્પેસવોક દરમિયાન સુનીતા અને તેના સાથીદાર નિક હેગે ISSના બાહ્ય ભાગ પર સમારકામનું કામ કર્યું હતું. આમાં સ્ટેશનના નેવિગેશન સાધનોનું સમારકામ, NICER એક્સ-રે ટેલિસ્કોપ પર લાઇટ ફિલ્ટર્સ પેચિંગ અને ઇન્ટરનેશનલ ડોકિંગ એડેપ્ટર પર માઉન્ટ થયેલ રિફ્લેક્ટર ઉપકરણને બદલવાનો સમાવેશ થાય છે.