વૈશ્વિક માર્કેટિંગ ડેટા અને એનાલિટિક્સ કંપની કૈન્ટાએ સામાન્ય બજેટને લઈ સરવે કર્યો છે. પહેલી ફેબ્રુઆરી રજૂ થનારા બજેટથી લોકોની અપેક્ષાઓ શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો.
સરવેમાં જાણવા મળ્યું કે ભારતીય કન્ઝ્યુમરનો આત્મવિશ્વાસ ઘટ્યો છે અને અપેક્ષાઓ બદલાઈ છે. તેમાં 67% ભારતીયોએ સ્વીકાર્યું કે આ વખતે બજેટ તેમની અપેક્ષાઓ મુજબ હશે. જોકે આવી આશા રાખનારા લોકોની સંખ્યા છેલ્લા ત્રણ વર્ષથી સતત ઘટી રહી છે. બીજી તરફ, 59%એ વધતી મોંઘવારીને લઈ ચિંતા વ્યક્ત કરી છે. સરવેમાં લોકોએ ઈન્કમટેક્સમાં રાહત, મેડિકલ ઇન્સ્યોરન્સમાં છૂટ અને મોંઘવારીના ઉકેલની અપેક્ષા વ્યક્ત કરી છે. 50%એ એઆઈનો દુરુપયોગ અને નાણાકીય સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી. બજેટમાં રોજગાર, જીવનનિર્વાહ માટે વધતા ખર્ચ જેવા પડકારોનું સમાધાન થશે.
આશા: મધ્યમ આવકવાળાને સરકાર ટેક્સમાં છૂટ આપશે 53% ભારતની અર્થવ્યવસ્થા હજુ પણ છેલ્લાં થોડાંક વર્ષોની તુલનામાં ઝડપથી વધશે. જોકે ગત વર્ષે આવું વિચારનારા 57 ટકા હતા. 51% લોકોએ કહ્યું કે મેડિકલ ઈન્સ્યોરન્સ પર ટેક્સ છૂટ વધે. આવું વિચારવાવાળા ગત વર્ષે 42 ટકા લોકો હતા.