સાઉથ સુદાનના યુનિટી સ્ટેટમાં બુધવારે એક વિમાન ક્રેશ થયું હતું, જેમાં 20 લોકોના મોત થયા હતા. CNNના અહેવાલ મુજબ, આ એક નાનું વિમાન હતું જેમાં બે પાઇલટ સહિત 21 લોકો સવાર હતા. આ પ્લેન ચીનની ઓઈલ કંપની ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપની દ્વારા ભાડે લેવામાં આવ્યું હતું.
યુનિટી રાજ્યના માહિતી પ્રધાન ગેટવેચ બિપલે જણાવ્યું હતું કે અકસ્માત સ્થાનિક સમય અનુસાર સવારે 10.30 વાગ્યે થયો હતો. વિમાન રાજધાની જુબા જઈ રહ્યું હતું. બિપલે કહ્યું કે પ્લેનમાં બેઠેલા તમામ લોકો ગ્રેટર પાયોનિયર ઓપરેટિંગ કંપનીના ઓઈલ કર્મચારી હતા. બિપલે કહ્યું કે મૃતકોમાં બે ચીની અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે.