ભારતીઓ માટે ડ્રીમ અમેરિકા મુસીબતોનું કારણ બનવા જઇ રહ્યું છે. ત્યાં ફરનાર જનારા લોકો માટે ટૂરિસ્ટ વિઝાના ઇન્ટરવ્યૂ એપોન્ટમેન્ટનું વેઇટિંગ વધીને હવે 30 મહિનાની પાર જઇ રહ્યું છે. આ મુશ્કેલી જવા માટે છે.
બીજી બાજુ, અમેરિકામાં વર્ક વિઝા લઇને ગયેલા ભારતીયો માટે હવે ઘરે આવવું પણ મુશ્કેલભર્યું છે. જો કોઇ ભારતીય પોતાના પરિવારજનને મળવા માટે વચ્ચે ભારત આવી જાય, તો અમેરિકા પાછા જવા માટે તેણે પોતાના વિઝા પર વેરિફિકેશનનો સિક્કો લગાવવો પડે છે. આ કારણે અમેરિકા પરત ફરવાનું વેઇટિંગ 12 મહિના સુધીનું પહોંચી ગયું છે. જલદી સ્ટેમ્પ લગાવવા માટે ભારતીય વિયતનામ જઇ રહ્યા છે.
જાણવા મળ્યું છે કે અમેરિકામાં સ્કિલ્ડ વર્કરોને એવા ઘણા ભારતીય મળે છે, જે બતાવે છે કે વિઝા સ્ટેમ્પ કરાવવાની ઔપચારિકતાથી ગભરાઇને પરિવારજનોને મળવા માટે ભારત નથી આવી રહ્યા. દેશમાં પણ વિઝા એજન્ટોની સામે આવા કેટલાય મામલાઓ સામે આવી રહ્યા છે, જેમાં એચ1બી વિઝાધારક અમેરિકાથી આવી તો ગયા, પરંતુ હવે પરત ફરવા માટે વિઝા વેરિફિકેશન સ્ટેમ્પ નથી લગાવી શકતા.
અમેરિકામાં આવેલા આવા લોકો સામે બે જ વસ્તુ છે. પહેલી- તેઓ પ્રાઇવેટ વિઝા એજન્ટોના હાથે ઠગાઇ રહ્યા છે, જે પ્રતિ પાસપોર્ટ પર સ્યેમ્પ લગાવવા માટે 25થી 30 હજાર રૂપિયા વસૂલી રહ્યો છે. બીજી- એવા દેશો તરફ જઇ રહ્યા છે, જ્યાં અમેરિકન દૂતાવાસમાં સ્ટેમ્પિંગ માટે વેઇટિંગ ઓછું છે. વિયતનામ એવા વિકલ્પના રૂપે ઊભર્યો છે. ત્યાં આ ઔપચારિકતાને પૂરી કરવામાં માત્ર 7થી 10 દિવસ જ લાગે છે.
આ કારણને લીધે વિયતનામ જનારા પર્યટકોની સંખ્યામાં આ વરસે ભારે ઉછાળો આવ્યો છે. વિયતનામના પર્યટક વિભાગ ઓફિસના આંકડા અનુસાર આ વરસે ભારતથી ત્યાં જનારાઓમી સંખ્યા દર મહિને 51 ટકા વધી રહી છે. ઓક્ટોબરમાં જ ભારતથી 20 હજારથી વધુ પર્યટક ત્યાં ગયા. આ વરસે ઓક્ટોબર સુધી આ સંખ્યા 82 હજારની પાર પહોંચી ગઇ છે.