યુક્રેન યુદ્ધ રોકવા માટે રશિયા અને અમેરિકા વચ્ચેની વાતચીતનો પ્રથમ રાઉન્ડ શુક્રવારે સાંજે યુક્રેન વિના સમાપ્ત થયો. આ બેઠક સાઉદી અરેબિયાના રિયાધમાં યોજાઈ હતી.
4:30 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં, રશિયા અને અમેરિકાએ સૌપ્રથમ પોતાના પરસ્પર સંબંધો સુધારવા માટે પહેલ કરી. બંને દેશો વચ્ચે શક્ય તેટલી વહેલી તકે પોતાના દૂતાવાસ શરૂ કરવા પર સંમતિ સધાઈ છે. અહીં સ્ટાફની ભરતી કરશે જેથી બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ ન સર્જાય.
અમેરિકાએ કહ્યું કે યુદ્ધ પછી શાંતિ પુનઃસ્થાપિત કરવાની કોઈપણ ગેરંટી યુરોપમાંથી મળવી જોઈએ. યુરોપિયન દેશોએ પોતાનો સંરક્ષણ ખર્ચ વધારવો પડશે. તેના જવાબમાં, રશિયાએ કહ્યું કે યુક્રેનમાં યુરોપિયન સૈનિકોની તૈનાતી સ્વીકાર્ય નથી. ઉપરાંત, નાટોનું અહીં આગમન રશિયા માટે ખતરો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રશિયાએ એમ પણ કહ્યું છે કે તે યુક્રેનની કબજે કરેલી જમીન પરત નહીં કરે.