સોમવારે IPLની છઠ્ઠી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. જેમાં ધોની બ્રિગેડે લખનઉને રોમાંચક મેચમાં 12 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં જેની આતુરતાથી રાહ જોવાતી હતી, તેવા કેપ્ટન મહેન્દ્ર સિંહે પણ પોતાના આગમનથી પોતાના ફેન્સને ખુશ કરી દીધા છે. પહેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનું હોમ ગ્રાઉન્ડ અમદાવાદ છે, તો પણ ધોની...ધોની...ના નામથી ગૂંજતું હતું. તો સોમવારે રમાયેલી તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં આખું સ્ટેડિયમ ધોની...ધોનીથી ગૂંજતું હતું. તેમાં પણ તેમણે છેલ્લી ઓવરમાં આવીને માર્ક વૂડની બોલિંગમાં બે બોલમાં બે છગ્ગા ફટકારીને ટીમને શાનદાર ફિનિશિંગ કરાવ્યું હતું.
આ દરમિયાન તેમણે રેકોર્ડ બ્રેક કર્યો છે. એક એવો રેકોર્ડ જે કદાચ ભાગ્યે જ કોઈ તોડી શકશે. તેમણે લખનઉ સામેની મેચમાં બે છગ્ગા ફટકારીને IPLમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તેઓ આવું કરનારા પાંચમા ભારતીય બની ગયા અને પહેલા વિકેટકીપર બેટર બની ગયા છે.
IPLમાં 5 હજાર રન પૂરા કરનાર પહેલા વિકેટકીપર બેટર
લેજેન્ડરી પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીએ માર્ક વૂડની બોલિંગમાં બે બોલમાં બે છગ્ગા ફટકારીને રેકોર્ડ બનાવ્યો છે. તેમણે IPLમાં 5 હજાર રન પૂરા કરી દીધા છે. આ સાથે જ તેઓ આવું પરાક્રમ કરનાર પાંચમા ભારતીય ખેલાડી બની ગયા છે. આની પહેલા વિરાટ કોહલી, શિખર ધવન, સુરેશ રૈના, રોહિત શર્મા આ ક્લબમાં જોડાયા છે.
જ્યારે 5000 રન પૂરા કરનાર પહેલા વિકેટકીપર બેટર બની ગયા છે. ઉપરાંત તેઓ આવું કરનારા પહેલા મિડલ ઓર્ડર બેટર પણ બની ગયા છે. તેમની પહેલા કોઈ જ મિડલ ઓર્ડર બેટર IPLમાં 5000 રન પૂરા કરી શક્યો નથી.