Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતમાં ડેટા ભંગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. વર્ષ 2024 અને 2025 દરમિયાન ભારતે આરોગ્ય વીમા, ફિનટેક અને મોબાઇલ એપ આધારિત સેવાઓના ક્ષેત્રમાં મોટા પાયે ડેટા ભંગની ઘટનાઓનો સામનો કર્યો છે.


ફેબ્રુઆરી 2025માં નિવા બુપા હેલ્થ ઇન્સ્યોરન્સના લગભગ 1.98 કરોડ ગ્રાહકોના ડેટા લીક થયા હતા, જેમાં પોલિસી સંબંધિત માહિતી જાહેર થઈ હતી. જૂન 2025માં ઝૂમકાર નામની સેલ્ફ ડ્રાઇવ કાર ભાડે આપતી સેવા દ્વારા 8.4 મિલિયન યુઝરોની વ્યક્તિગત માહિતી, જેમ કે નામ, ફોન નંબર, સરનામું અને વાહન રજિસ્ટ્રેશન નંબર લીક થયા હતા.

આ ઘટનાઓ બતાવે છે કે મજબૂત ડેટા સુરક્ષા કાયદા, થર્ડ પાર્ટી દેખરેખ, અને ઉપભોક્તા જાગૃતિ આજે બહુ મહત્ત્વપૂર્ણ બન્યા છે, ખાસ કરીને જ્યારે આપણો દેશ ડિજિટલ ઇન્ડિયાની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે ડીપીડીપી અધિનિયમ 2023ની વહેલામાં વહેલી તકે અમલવારી જરૂરી બની છે.

ડિ઼જિટલ ડેટાની સુરક્ષા અંગેના કાયદાનો ભંગ કરનાર સંસ્થાઓ સામે રૂ.250 કરોડ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે. જોકે દંડની રકમ નક્કી કરતી વખતે કેટલીક બાબતો પર ધ્યાન અપાશે, જેમ કે કેટલી માત્રામાં ડેટા લીક થયા, તેનો પ્રભાવ કેટલો ગંભીર હતો અને સંસ્થા અગાઉ પણ નાગરિકોના ડેટાને યોગ્ય રીતે સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહી છે કે નહીં.

આજના ડિજિટલ યુગમાં નાગરિકોના ખાનગી ડેટાની સુરક્ષા હવે માત્ર વિકલ્પ નથી, તે સમયની માંગ બની ચૂકી છે અને આ જ દૃષ્ટિબિંદુને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન (DPDP) અધિનિયમ, 2023 પસાર કર્યો છે.