ઉડાનો રદ કર્યા બાદ રિફંડ ન આપવાનાં મામલામાં અમેરિકાએ આખરે દુનિયાની છ વિમાની કંપનીઓની સામે કઠોર કાર્યવાહી કરી છે, જેમાં એર ઇન્ડિયા પણ સામેલ છે. એર ઇન્ડિયાને યાત્રીઓને આશરે રૂ. 980 કરોડ (આશરે 12.15 કરોડ ડોલર) ચૂકવવાનો આદેશ કર્યો છે.
એર ઇન્ડિયા પર આશરે રૂ. 7.5 કરોડનો દંડ ફટકારાયો છે. અલબત્ત એર ઇન્ડિયાનાં આ મામલો તાતા જૂથના અધિગ્રહણ પહેલાનો છે. છ વિમાની કંપનીઓએ કોવિડ મહામારી દરમિયાન ઉડાનો રદ કરવાનાં કારણે અથવા તો વિલંબ થવાનાં કારણે યાત્રીઓને કુલ રૂ. 4800 કરોડ દંડ ભરવાની સહમતિ દર્શાવી છે.
અમેરિકાના પરિવહન મંત્રાલયે કહ્યું છે કે, વર્ષ 2020ની શરૂઆતમાં કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારે લગભગ તમામ દેશે પોતાની સરહદ બંધ કરી દીધી હતી, જેથી વિમાનોની અવરજવર પણ પ્રતિકૂળ અસર થઇ હતી. જે કંપનીઓ પર દંડ ફટકારાયો છે તેમાં અમેરિકાની ડેનવર તેમજ મેક્સિકો, કોલંબિયા અને ઇઝરાયેલની કંપનીઓ પણ સામેલ છે.