ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 56મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 20 રનથી હરાવ્યું છે. આ સાથે ટીમે પાછલી મેચમાં મળેલી હારનો બદલો લીધો છે. આટલું જ નહીં, કેપિટલ્સે રોયલ્સની પ્લેઑફમાં પહોંચવાની રાહ પણ લંબાવી છે. RRને પ્લેઑફમાં પહોંચવા માટે હજુ વધુ એક જીતની જરૂર છે.
હોમ ગ્રાઉન્ડ પર ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 221 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 201 રન જ બનાવી શક્યું હતું. ખલીલ અહેમદ, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. RR તરફથી સંજુ સેમસને 46 બોલમાં 86 રનની ઇનિંગ રમી હતી. રિયાન પરાગે 27 રન અને શિવમ દુબેએ 25 રન બનાવ્યા હતા.
DC ઓપનર જેક ફ્રેઝર-મેગર્ક (50 રન) અને અભિષેક પોરેલે (65 રન) અડધી સદી ફટકારી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 41 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી રવિચંદ્રન અશ્વિને 3 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને ટ્રેન્ટ બોલ્ટને એક-એક વિકેટ મળી હતી.