પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ટ્રેન્ડ જિબલીમાં ભાગ લીધો છે. ભારત સરકારના સત્તાવાર X હેન્ડલ પર AIની મદદથી જિબલી સ્ટુડિયોની થીમ પર બનાવેલા પીએમ મોદીના ચિત્રો શેર કરવામાં આવ્યા છે.
આમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેના ફોટા પણ સામેલ છે. આ ટ્રેન્ડ છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર પ્રચલિત છે. દુનિયાભરના નેતાઓ, સેલિબ્રિટીઓ અને સામાન્ય લોકોએ તેમાં ભાગ લીધો છે.
ટ્રમ્પ અને મેક્રોન ઉપરાંત, ભારતીય સેનાના ગણવેશ સાથે પીએમ મોદી, અયોધ્યાના રામ મંદિર અને વંદે ભારત ટ્રેનની તસવીરો પણ સામે આવી છે.