Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ભારતીય શેરબજારમાં આ સપ્તાહે તેજી જોવા મળી શકે છે. વિશ્લેષકોના મતે, અપકમિંગ વીકમાં 500થી વધારે કંપનીઓના Q4માં અર્નિંગના પરિણામ, WPI ફુગાવો, ભારતના વિદેશી વેપાર ડેટા, બેંક લોન વૃદ્ધિ અને વૈશ્વિક ડેટા-ટ્રેન્ડ પર બજારની નજર રહેશે.


આગામી સપ્તાહે આ પરિબળો દ્વારા બજારની ચાલ નક્કી થશે
જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI) ઉપરાંત, નિકાસ અને આયાત ડેટા પણ 15 મેના રોજ બહાર પાડવામાં આવશે. ભારતની વેપારી વેપાર ખાધ માર્ચમાં વધીને $19.70 અબજ થઈ હતી જે ગયા વર્ષના સમાન મહિનામાં $18.51 અબજ હતી.

આ દરમિયાન, ભારતનો વાર્ષિક જથ્થાબંધ ભાવનો ફુગાવાનો દર માર્ચમાં સતત 10મા મહિને ઘટીને 1.34% થયો, જે ઓક્ટોબર 2020 પછીનો સૌથી નીચો છે. બીજી તરફ, 19 મેના રોજ, ભારતના વિદેશી મુદ્રા ભંડાર અને થાપણ વૃદ્ધિનો ડેટા જાહેર થવાનો છે.

તે જ સમયે, ભારતનો છૂટક ફુગાવો (CPI) એપ્રિલ મહિનામાં 4.70% ના 18 મહિનાના નીચલા સ્તરે આવી ગયો છે. આ સિવાય ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિ (IIP) ફેબ્રુઆરીમાં 5.8%થી ઘટીને માર્ચમાં 1.1% ના 5 મહિનાની નીચી સપાટીએ આવી ગઈ છે. બજાર આના પર પણ પ્રતિક્રિયા આપશે.