રાજકોટમાં ચાર વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેરના રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિતલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવી, પોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે આંગળી અથવા તો પેન વડે મુંઢ ઇજા પહોંચાડવામાં આવી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના રાજકોટ શહેરમાં અતિ દુઃખદ અને સમગ્ર શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. માત્ર ચાર વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ ઘુસાડી દેતા બાળકીને ગુપ્તાંગમાંથી પરુ નીકળતા માતાને જાણ થઈ હતી જે બાદ ખાનગી અને બાદ જનાના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા અને PGVCLમાં નોકરી કરતા યુવાનની ચાર વર્ષની માસુમ દીકરીનું ગત વર્ષ વર્ષે જૂન મહિનામાં રેલનગર વિસ્તારમાં આવેલ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેજી નર્સરીમાં એડમિશન લેવા નિર્ણય કર્યો હતો અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરૂ કરાવ્યો હતો. દરમ્યાન ગત તા.11.04.2025ના રોજ બાળકી સ્કૂલેથી ઘરે આવી ત્યારે પોતાના માતાને જણાવ્યું હતું કે, મને ગુપ્તાંગની જગ્યાએ દુખે છે. જેથી ગરમીના કારણે બળતરા થતી હશે તેમ વિચારી માતાએ કાંઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું.