આતંકવાદીઓએ પહેલા શ્રીનગરના હરવન જંગલમાં સુરક્ષાદળોની સર્ચ પાર્ટી પર ગોળીબાર કર્યો હતો. સૈનિકો શંકાસ્પદ સ્થળની નજીક પહોંચતા જ આતંકીઓએ તેમના પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો.
જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી. સેનાએ કહ્યું કે 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.
એન્કાઉન્ટર શરૂ થયા બાદ હરવન જંગલમાં ચાલી રહેલા એન્કાઉન્ટર માટે હેડક્વાર્ટરથી વધુ સૈનિકોને બોલાવવામાં આવ્યા હતા. 22 દિવસ પહેલા આ જ જંગલમાં એન્કાઉન્ટર થયું હતું, જ્યારે આતંકીઓ ભાગવામાં સફળ થયા હતા.
કેટલાક કલાકોના ગોળીબાર બાદ અથડામણ બંધ કરવામાં આવી હતી. 10મી નવેમ્બરના એન્કાઉન્ટરમાં 2-3 આતંકીઓ છુપાયા હોવાની આશંકા હતી.