Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગાઝા પટ્ટીમાં એક રહેણાંક ઇમારતમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 21 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં 7 બાળકો હતા. ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ તમામ લોકો પેલેસ્ટાઈનના શરણાર્થીઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગેસ લીકેજના કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવે છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું - આગનું કારણ જાણી શકાયું નથી. જોકે પ્રાથમિક તપાસ મુજબ બિલ્ડીંગમાં રાખેલું સંગ્રહિત ગેસોલીનના કારણે આગ લાગવાની શક્યતા છે. જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. અમે તપાસ કરી રહ્યા છીએ કે બિલ્ડિંગમાં ગેસોલીન કેમ રાખવામાં આવ્યું?

હેલ્થ એન્ડ સિવિલ ઇમરજન્સી ઓફિસરે કહ્યું- આગ ખૂબ જ ભયાનક હતી. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ઘણા લોકો ઘાયલ છે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે જેના કારણે મૃત્યુઆંક વધી શકે છે. આ દરમિયાન ઇઝરાયેલ સરકારે કહ્યું કે જો જરૂર પડશે તો તે ઘાયલ શરણાર્થીઓની તબીબી સારવારમાં મદદ કરશે.