ડોલર સામે રૂપિયામાં ઝડપી રિકવરીને બ્રેક લાગતા અને વિદેશી રોકાણકારોની ખરીદી અટકતા ભારતીય શેરમાર્કેટમાં બેન્કિંગ, ફાઇનાન્સ, એફએમસીજી તથા રિયાલ્ટી શેર્સમાં પ્રોફિટબુકના કારણે તેજીને બ્રેક લાગી છે.
સેન્સેક્સ પહેલી વખત ઇન્ટ્રા-ડેમાં 85000, જ્યારે નિફ્ટીએ 26000ની સપાટીએ પહોંચ્યા બાદ અંતમાં સેન્સેક્સ 14.57 પોઈન્ટ ઘટીને 84914.04 બંધ રહ્યો હતો ઇન્ટ્રા-ડેમાં 234.62 પોઈન્ટ વધીને 85163.23ની નવી ઓલ-ટાઇમ પહોંચ્યો હતો. નિફ્ટી 1.35 પોઈન્ટ વધી 25940.40ની નવી ટોચે બંધ રહ્યો હતો. મિડકેપ સેગમેન્ટમાં નવી ટોચ સાથે રોકાણકારોની મૂડી પણ વધી 476.08 લાખ કરોડની નવી ઉંચાઇએ પહોંચી હતી. ડોલર સામે રૂપિયો 11 પૈસા નબળો પડી 83.65 બંધ રહ્યો હતો.
યુએસ ફેડના આક્રમક રેટ કટના કારણે સ્થાનિક બેન્ચમાર્ક નવી ઊંચાઈને ટકાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન ચીનની સેન્ટ્રલ બેંકના દરમાં ઘટાડો અને વધારાના પોઝિટીવ પગલાઓથી વૈશ્વિક રોકાણકારોના સેન્ટિમેન્ટને પોઝિટીવ અસર કરી છે. પરિણામે સ્થાનિક મેટલ શેરોમાં વધારો જોવા મળ્યો હતો.