પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી પાંચ ટ્રેન આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર ડાઇવર્ટ કરેલા રૂટ પર દોડનારી ટ્રેનો પૈકી 24મી ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ, 25મીએ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નં.15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ અને 22મીએ કામાખ્યાથી ઉપડનારી ટ્રેન નં. 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા બયાના-આગ્રાફોર્ટના બદલે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા બયાના-ભરતપુર-અછનેરા થઈને ચાલશે.
23મી ફેબ્રુઆરીએ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22969 ઓખા-બનારસ એક્સપ્રેસ અને 25મીએ બનારસથી ઉપડનારી ટ્રેન નંબર 22970 બનારસ-ઓખા એક્સપ્રેસ તેના રેગ્યુલર રૂટ વાયા નાગદા-કોટા-બયાના-આગ્રાફોર્ટ-કાનપુરના બદલે ડાઇવર્ટ કરાયેલા રૂટ વાયા નાગદા-સંત હિરદારામનગર-નિશાતપુરા-બીના-વીરાંગના લક્ષ્મીબાઈ-કાનપુર થઈને ચાલશે. રેલવે તંત્રએ મુસાફરોને ટ્રેનની કામગીરી સંબંધિત માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા જણાવ્યું છે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.