પાકિસ્તાની સેનાએ ભારત પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે. પાકિસ્તાની સેનાના મીડિયા વિંગના વડા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફે મંગળવારે સાંજે એક પ્રેસ બ્રીફિંગ યોજી હતી.
આ બ્રીફિંગમાં શરીફે દાવો કર્યો હતો કે 25 એપ્રિલના રોજ, પાકિસ્તાની સેનાએ જેલમ નદી નજીકથી એક પાકિસ્તાની નાગરિક અબ્દુલ મજીદની ધરપકડ કરી હતી, જેને ભારત દ્વારા તાલીમ આપવામાં આવી હતી.
શરીફના જણાવ્યા મુજબ, અબ્દુલ પાસેથી 2.5 કિલો IED, બે મોબાઈલ ફોન અને 70,000 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. સેનાએ વધુમાં જણાવ્યું હતું કે અબ્દુલના ઘરેથી એક ભારતીય ડ્રોન અને 10 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે.
શરીફે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અબ્દુલની સિકંદર નામના વ્યક્તિ સાથેની વાતચીતનો સ્ક્રીનશોટ બતાવ્યો. શરીફે દાવો કર્યો હતો કે સિકંદર નામનો આ માણસ ભારતીય સેનામાં જુનિયર કમિશન્ડ ઓફિસર (JCO) છે, જેનું નામ સુબેદાર સુખવિંદર છે.