ડેમોક્રેટિક પાર્ટી ઓફ કોરિયા (DPK)ના નેતા લી જે-મ્યુંગે દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી લીધી છે. તેમણે શાસક પીપલ પાવર પાર્ટી (PPP)ના કિમ મૂન સૂને હરાવ્યા છે.
શરૂઆતની ગણતરીમાં, લી 48.31% મત સાથે આગળ હતા, જ્યારે કિમને માત્ર 42.9% મત મળ્યા હતા.
જીત બાદ લીએ કહ્યું - હું મતદારોનો આભાર માનું છું. હું આ જવાબદારી ક્યારેય ભૂલીશ નહીં અને દેશને એક કરવા, અર્થતંત્રમાં સુધારો કરવા અને ઉત્તર કોરિયા સાથે શાંતિ સ્થાપિત કરવા માટે કામ કરીશ.
હાર સ્વીકારતા કિમ મૂને કહ્યું, "હું લોકોના નિર્ણયને નમ્રતાપૂર્વક સ્વીકારું છું અને મારા લી જે-મ્યુંગને ચૂંટણી જીતવા બદલ અભિનંદન આપું છું."
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ મતદાન 78.3% હતું, જે 1997 પછી સૌથી વધુ છે. આ 2022ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન (77.1%) કરતાં પણ વધુ છે. 1987ની ચૂંટણીમાં દક્ષિણ કોરિયામાં સૌથી વધુ મતદાન 89.2% હતું.