દેશમાં ગત મહિને વાર્ષિક સ્તરે ક્રેડિટકાર્ડ મારફતે ખર્ચ 17% વધીને 1.65 લાખ કરોડ પર પહોંચ્યો છે. ક્રેડિટકાર્ડ્સની કુલ સંખ્યા પણ ગત વર્ષના મેની તુલનામાં 18% વધીને 10.3 કરોડ નોંધાઇ છે. UPI પર ક્રેડિટકાર્ડ મારફતે ચુકવણીમાં સતત વધારો થઇ રહ્યો છે.
મે 2024માં કુલ ચુકવણી પણ 35% વધી છે. જોકે UPI પર ક્રેડિટકાર્ડથી ચુકવણીની સરેરાશ રકમ સતત ઘટી રહી છે. નાણાવર્ષ 2020-21માં કાર્ડદીઠ સરેરાશ ચુકવણી રૂ.1,838 હતી જે વર્ષ 2023-24માં ઘટીને રૂ.1,528 થઇ છે.
મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સિયલ સર્વિસીસના રિપોર્ટ અનુસાર ગત વર્ષની તુલનામાં કાર્ડ બેઝ વધ્યો છે પરંતુ આ વર્ષના પ્રારંભથી ક્રેડિટકાર્ડ ઇન્ડસ્ટ્રીમાં ઘટાડો છે. તેની પાછળનાં બે પ્રમુખ કારણ કોઇ તહેવારની સિઝન ન આવતી હોવાનું તેમજ ક્રેડિટકાર્ડ ઇસ્યૂ કરતી બેન્કો દ્વારા અનસિક્યોર્ડ લોન અને એસેટ ગુણવત્તાને લઇને સાવધાનીભર્યો અભિગમ છે.